દાહોદ જિલ્લાના લીમડી હાઈવે પર ગઈકાલે મોડી સાંજે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. કાળી મહુડી ગામ પાસે બે મોટરસાયકલો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.


દાહોદમાં બે બાઇક વચ્ચે અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, કાળી મહુડી ગામ નજીકથી પસાર થતા હાઈવે પર ગઈ મોડી સાંજે બે બાઈક સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને બાઈક પર સવાર યુવકો રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે બે યુવકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

સારવાર અને પોલીસ કાર્યવાહી

108ની ટીમ દ્વારા ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. એકાએક બનેલી આ ઘટનાથી મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: Gondal: દુકાન બાબતે જૂની અદાવતમાં બે યુવકો પર હુમલો, ધોકા અને પાઈપના આડેધડ ઘા ઝીંકાયા


  • Follow us on: