ગોંડલ શહેરના હાર્દસમા કૈલાસ કોમ્પ્લેક્સ વિસ્તારમાં ધૂળેટીની રાત્રે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. વિનાયક મોબાઈલ પાસે રાત્રીના આશરે 9:30 વાગ્યાના અરસામાં ઈનોવા કારમાં આવેલા 3 થી 4 શખ્સોએ બે યુવકો પર ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ સમગ્ર હુમલાની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ધૂળેટીની રાત્રે હિંસક મારામારીની ઘટના
મળતી માહિતી મુજબ, ગૌરવ જોશી અને હરદીપભાઈ માંડવીયા નામના બે યુવકો પર બીટુ જાડેજા સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આડેધડ ધોકા અને પાઈપના ઘા ઝીંકતા બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.










