દાહોદ જિલ્લા પંચાયત અને શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ગંભીર ગુનો નોંધાતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાજપના જ જિલ્લા સભ્ય કમલેશ માવીએ એક મહિલા તાલુકા સભ્યના પતિને ફોન પર બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
કમલેશ માવી વિરુદ્ધ ફરિયાદ
મળતી વિગતો મુજબ, ફરિયાદી યુવક દ્વારા પોતાના વિસ્તારમાં વિકાસના કામો કરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવીએ ફોન કરી યુવકને બિભત્સ ગાળો આપી હતી. એટલું જ નહીં, 'ગામમાં મારું જ ધાર્યું થશે' તેમ કહીને તેમણે યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત, મહિલા તાલુકા સભ્ય વિશે પણ અત્યંત અશોભનીય અને બિભત્સ ટિપ્પણી કરતા સમગ્ર મામલે રોષ ભભૂકી ઉઠ્યો છે.










