દાહોદ પોલીસે પાંચ વર્ષથી વિવિધ જિલ્લાઓમાં લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ કલસિંગ ઉર્ફે કલો મગનભાઈ ડામોર (ઉંમર 36, વજેલાવ, ગરબાડા)ને ઝડપ્યો છે. આરોપી છેલ્લા પાંચ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો


ઘટનાની વિગત

અરવલ્લી, રાજકોટ, જામનગર, ભરુચ અને આણંદ જિલ્લામાં કુલ 13 ગુનાઓમાં વોન્ટેડ રહેલ આરોપી પોતાની વતન વજેલાવ ગામમાં છુપાયો હતો. દાહોદ LCB ટીમને બાતમી મળી કે કલસિંગ આ વિસ્તારમાં આવ્યો છે. માહિતી મળતાં જ ટીમે આયોજનબદ્ધ રીતે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો.

સંબંધિત જિલ્લાની પોલીસને સોંપાયો

પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાને વિવિધ જિલ્લામાં થયેલા 13 ગુનાઓમાં વોન્ટેડ હોવાનું કબૂલ્યું. હાલ આરોપીને સંબંધિત જિલ્લાની પોલીસને સોંપીને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પાંચ વર્ષથી ફરાર

આરોપી છેલ્લા પાંચ વર્ષથી લૂંટ, ઘરફોડ ચોરી અને ધાડના ગુનાઓમાં સંડોવાયેલો હતો. ગામ-શહેર બદલવાની ટેવને કારણે તે લાંબા સમય સુધી નાસતો ફરતો રહ્યો હતો.


આ પણ વાંચો---- Vadodara : શહેરના ટ્રાફિક જંકશનો પર વૈજ્ઞાનિક ઢબે અલગ અલગ સમયે ટ્રાફિકના ફ્લો અંગેનો ડ્રોનથી સર્વે શરુ કરાયો

  • Follow us on: