દેવગઢ બારીયા શહેરમાં લુખ્ખા તત્વોની દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. અરિહંત પેટ્રોલિયમ ખાતે CNG ગેસ પુરાવવા આવેલા ઈકો ગાડીના ચાલકે પેટ્રોલ પંપના સંચાલક સાથે ગાળો બોલી મારામારી કરી હતી.
‘ઝીરો કેમ નથી કર્યું’ કહી કાર ચાલકે સંચાલકને અપશબ્દો કહ્યા
માહિતી અનુસાર, CNG પંપ પર ગાડી રોકી ‘ઝીરો કેમ નથી કર્યું’ કહી કાર ચાલકે સંચાલકને અપશબ્દો કહ્યા અને લાફો ઝીંક્યો હતો. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
