દાહોદ તાલુકાના ખાપરીયા ગામમાં એસ.ઓ.જી. (SOG) અને કતવારા પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન 67 વર્ષીય વૃદ્ધના વાડામાંથી લીલા ગાંજાના 20 છોડ, કુલ 19.510 કિલો વજન અને અંદાજીત ₹9,75,500 મૂલ્યના, જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે વૃદ્ધની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.


પોતાના વાડામાં ગેરકાયદે રીતે લીલા ગાંજાના છોડ ઉછેરી રહ્યા હતા

દાહોદ SOG PI અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ખાપરીયા ગામના ચાછલા ફળિયામાં રહેતા પનિયાભાઈ રતનાભાઈ અમલીયાર (વય 67) પોતાના વાડામાં ગેરકાયદે રીતે લીલા ગાંજાના છોડ ઉછેરી રહ્યા છે. બાતમીને આધારે SOG અને કતવારા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

 મોટા પ્રમાણમાં ઉછેરવામાં આવેલા ગાંજાના 20 છોડ મળી આવ્યા

પોલીસે પનિયાભાઈને હાજર રાખી વાડાની તલાશી લીધી, જ્યાંથી મોટા પ્રમાણમાં ઉછેરવામાં આવેલા ગાંજાના 20 છોડ મળી આવ્યા. તમામ છોડનો જથ્થો અને કિંમત આંક્યા બાદ પોલીસએ મુદ્દામાલ જપ્ત કરીને વૃદ્ધની ધરપકડ કરી. કતવારા પોલીસે વૃદ્ધ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો----    Patan: બસમાંથી 6.5 તોલા સોનાના દાગીનાની ચોરી કરનારી 3 મહિલા ઝડપાઇ, 8.64 લાખનો મુદ્દામાલ જપ્ત

  • Follow us on: