દાહોદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળુ કપાયું છે અને યુવકને હાથ અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે, યુવકને 50થી વધુ ટાંકા આવ્યા છે અને ગરબાડા ચોકડી બ્રિજ નજીક આ ઘટના બની છે, યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બાઈક પર જતા વખતે ગળાના ભાગે ચાઈનીઝ દોરી આવતા યુવક થયો ઈજાગ્રસ્ત.
આણંદમાંથી અલગ અલગ જગ્યાએ રેડ કરીને લાખો રુપિયાની ચાઈનીઝ દોરી પકડી પાડી છે
છેલ્લા કેટલાય સમયથી રાજયભરમાં ચાઈનીઝ દોરીનો પ્રતિબંધ હોવા છતાંય ખાનગીમાં ધુમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે દાદરાનગર હવેલી ખાતે ચાઈનીઝ દોરી બનાવતી આખી ફેકટરી ઝડપી લીધી છે અહીથી અંદાજીત દોઢ કરોડની ચાઈનીઝ દોરી ઉપરાંત મશીનરી,મોબાઈલ,વાહનો સહિત કુલ ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઉપરાંત સાણંદ,બાવળા,કોઠ અને આણંદમાંથી અલગ અલગ જગ્યાએ રેડ કરીને લાખો રુપિયાની ચાઈનીઝ દોરી પકડી પાડી છે.













