ગુજરાતમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. રોડ પર રખડતા શ્વાનના હુમલાથી લોકોને ગંભીર ઈજાનો ભોગ બનવું પડે છે. ખસીકરણની વાતો વચ્ચે શ્વાન કરડવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યાં છે. દાહોદના ફતેપુરાના ઘૂઘસ સામમાં હડકાયા શ્વાને સુઈ રહેલા લોકો પર હુમલો કરી 22થી વધુ લોકોના ચહેરા પર બચકાં ભર્યા હતાં. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હડકાયા શ્વાનને પકડવા માટે ગ્રામજનોએ માગ કરી છે.
લોકોને મોં અને ચહેરા પર ગંભીર બચકાં ભર્યા
દાહોદના ફતેપુરના ઘૂઘસ ગામમાં હડકાયા શ્વાનના આતંકથી લોકોમાં ભય ફેલાયો છે. રાત્રે સુતેલા લોકો પર અચાનક હુમલો કરીને શ્વાને બચકાં ભરી લીધા હતાં. શ્વાનના હુમલાથી ઈજા પામેલા લોકોને ફતેપુરા અને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અન્ય લોકો ઝાયડસ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરાયા છે. શ્વાનના હુમલાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. હડકાયા શ્વાનને પકડવા માટે માગ કરવામાં આવી છે.













