દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના છરછોડા ગામે પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે હુમલો કરનારા 6 શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસ કર્મી પર હુમલો

છરછોડા ગામે પ્રોહિબિશન રેડ દરમિયાન જેસાવાડા પોલીસ મથકની ટીમ ઉપર મહિલા સહિત 6 શખ્સોએ એકસંપ થઈ હુમલો કર્યો હતો

આરોપીઓએ શર્ટનું કોલર ફાડી નાંખ્યું

 આ હુમલામાં એ.એસ.આઇ. સિરાજ અબ્દુલ્લા શેખને ઇજા પહોંચી, અને આરોપીઓએ પોલીસ કર્મીના શર્ટનું કોલર ફાડી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

દારૂની 51 બોટલો કબજે કરી હતી

પોલીસે રેડ દરમિયાન રૂ. 16,546ની કિંમતની વિદેશી દારૂની 51 બોટલો કબજે કરી હતી. મુદ્દામાલ કબજે કર્યા બાદ પંચનામાની કાર્યવાહી દરમ્યાન આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી

છ આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ

આ ઘટનામાં મહિલા સહિત છ આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધી પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો----    Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું

  • Follow us on: