દાહોદ જિલ્લાના જેસાવાડા નજીક આવેલા આમલી ગામે આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પોલીસ ભરતીની પરીક્ષા નજીક હોવાથી ગામના કેટલાક ઉત્સાહી યુવકો વહેલી સવારે રસ્તા પર દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા એક બાઇકચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને દોડી રહેલા યુવકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કુલ 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા 5 આશાસ્પદ યુવાનોનો પણ સમાવેશ થાય છે.


ગમખ્વાર અકસ્માત

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં જોતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સ્થાનિકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાઇકચાલકની બેદરકારીના કારણે સર્જાયેલા આ અકસ્માતને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને અકસ્માતના કારણો અને બાઇકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat News : ચૌટા પુલ હવે બનશે મોકળો, મેયર અને CP ની સીધી ચેતવણી, "દબાણ કર્યું તો દુકાન સીલ થશે"

  • Follow us on: