દાહોદ જિલ્લાના આભલોડ ગામમાં એક પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો. આ પ્રસંગમાં રાત્રિ ભોજન સમારંભ બાદ અચાનક 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. કેટલાક લોકોને ગામમાં જ ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તૈનાત કરી દેવાઈ છે.
અચાનક લોકોને ખોરાકી ઝેરની અસર થવા માંડી
દાહોદ જિલ્લામાં અભલોડ ગામમાં લગ્નના જમણવારમાં એક હજાર જેટલા લોકોને ભોજનનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 70 ટકા ગામના લોકો હાજર હતાં. સાંજે શરૂ થયેલા જમણવારમાં ભોજન લીધા બાદ અચાનક લોકોને ખોરાકી ઝેરની અસર થવા માંડી હતી. રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં 400 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેના કારણે લગ્ન પ્રસંગ છોડીને ગામમાં દોડધામ મચી જવા પામી હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.













