દાહોદ જિલ્લાના રળીયાતી વિસ્તારમાં એક હૃદયદ્રાવક બાઇક અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જતી બાઇક રસ્તાની બાજુમાં આવેલા સાઇન બોર્ડના થાંભલા સાથે ધડાકાભેર અથડાતાં બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

દાહોદમાં ગમખ્વાર બાઇક અકસ્માત

પ્રાથમિક માહિતી મુજબ, બાઇક સવાર યુવકો દાહોદ તરફથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રળીયાતી નજીક બાઇક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલું બાઇક રોડની સાઈડમાં આવેલા સાઇન બોર્ડના લોખંડી થાંભલા સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટના સ્થળ પર જ બંને યુવકોના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.

થાંભલા સાથે ટક્કર થતાં બે યુવકોના મોત 

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક બંને યુવકો પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના રહેવાસી હતા. પોલીસ દ્વારા તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ દ્વારા મૃતદેહોનો કબજો મેળવી તેમને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gadhda: ઢસા ગામના ખેડૂતને વધુ વળતરની લાલચ આપી કંપનીના માલિક અને મેનેજરે 19.50 લાખ ખંખેર્યા