વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, ત્યારે દાહોદ શહેર પણ આ વિજયના જશ્નમાં તરબોળ થયું છે. ભારતનો વિજય થતાની સાથે જ દાહોદના ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને જીતની ભવ્ય ઉજવણી કરી હતી.


તિરંગા અને ફટાકડા સાથે ઉજવણી

શહેરના રાજમાર્ગો પર ક્રિકેટ પ્રેમીઓ હાથમાં તિરંગો લઈ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમની જીતની ખુશીમાં ઠેર-ઠેર ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી. આ જીતનો આનંદ એટલો હતો કે લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી વધામણી આપી હતી.

નગરપાલિકા પાસે લોકમેળો જામ્યો

ખાસ કરીને દાહોદ નગરપાલિકા વિસ્તારમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ઢોલ-નગારાના તાલે યુવાનો અને અબાલ-વૃદ્ધ સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા. વાતાવરણ પૂરેપૂરું રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. મોડી રાત સુધી ચાલેલી આ ઉજવણીએ સાબિત કરી દીધું કે દાહોદના લોકોમાં ક્રિકેટ પ્રત્યે કેટલો અતૂટ પ્રેમ છે.

આ પણ વાંચો:Ahmedabad: ગર્લફ્રેન્ડે યુવકને મળવા બોલાવીને સાગરિતો સાથે મળીને છરી બતાવી, માર મારી લૂંટી લીધો


  • Follow us on: