દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલા ગામોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ધાનપુરના દુધામલી ગામે આજે ધોળા દિવસે દીપડાએ એક મહિલા પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ખેતરમાં કામ કરતી વખતે થયો હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, દુધામલી ગામમાં રહેતા કમલીબેન નામની મહિલા આજે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન નજીકની ઝાડીઓમાંથી અચાનક દીપડો ત્રાટક્યો હતો. કમલીબેન કંઈ સમજે તે પહેલા જ દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો.દીપડાએ મહિલાના માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચાડી છે.
