દાહોદ શહેરમાં નિર્દોષ લોકોને વાતોમાં ભોળવી તેમની કિંમતી જણસો સેરવતી એક રીઢા ગુનેગાર જોડીનો પર્દાફાશ થયો છે. સરનામું પૂછવાના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ નજર ચૂકવી દાગીનાની લૂંટ ચલાવનાર મૂળ મહારાષ્ટ્રના બે આરોપીઓની દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.
દાહોદમાં સરનામું પૂછવાના બહાને લૂંટ
આ ઠગ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ફિલ્મી છે. સૌ પ્રથમ પુરુષ આરોપી મહિલાને સરનામું પૂછવા માટે ઉભી રાખે છે અને વાતચીત કરીને જતો રહે છે. તેના ગયા પછી તરત જ મહિલા સાગરીત આવે છે અને ભોગ બનનાર મહિલાને ડરાવે છે કે 'આવા લોકો લૂંટ ચલાવતા હોય છે, તમે તમારા દાગીના સુરક્ષિત રીતે પર્સમાં મૂકી દો'. મહિલા ડરના માર્યા પોતાની ચેન અને બુટ્ટી ઉતારી પર્સમાં મુકે છે, ત્યારે આ ઠગ મહિલા નજર ચૂકવી પર્સમાંથી દાગીના સેરવી લઈ બંને ફરાર થઈ જાય છે.
