ઝાલાવાડના મુખ્ય મથક સુરેન્દ્રનગરની સબજેલમાં મોડી રાત્રે કેદીઓ વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. જેલની બેરેકમાં સામાન્ય બાબતે શરૂ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કેદીઓ સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં ચાર કેદીઓને શરીરે ઇજાઓ પહોંચતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
સુરેન્દ્રનગર સબજેલમાં મધરાતે લોહિયાળ જંગ
મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે જેલની બેરેકમાં રહેલા કેદીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. જેલ ગાર્ડ અને સત્તાધીશો સ્થળ પર પહોંચી મામલો થાળે પાડે તે પહેલા ચાર કેદીઓ લોહીલુહાણ થયા હતા. જેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.










