દેશના મહત્વાકાંક્ષી 'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે' (ભારતમાળા પ્રોજેક્ટ) માંથી સ્ટીલના સળિયાની ચોરી થવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. દાહોદ જિલ્લાના આંબા ગામ પાસેથી પસાર થતા આ પ્રોજેક્ટના પેકેજ નંબર 26 માંથી લાખોની કિંમતના સળિયાની ચોરી થતા ચકચાર મચી ગઈ છે.


ભારતમાળા પ્રોજેક્ટમાંથી સ્ટીલના સળિયાની ચોરી

મળતી માહિતી મુજબ, ભારતમાળા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય માટે રાખવામાં આવેલા સ્ટીલના સળિયા પર તસ્કરોએ હાથ સાફ કર્યો હતો. ચોરોએ આશરે 8 હજાર કિલો (8 ટન) જેટલું સ્ટીલ ચોરી કરીને તેને સ્થાનિક ભંડારમાં વેચી દીધું હતું. આ ચોરીની ગંભીરતાને જોતા લીમડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

લીમડી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને સ્ટીલના સળિયાથી ભરેલી એક બોલેરો પીકઅપ ગાડી ઝડપી પાડી હતી. પોલીસે તપાસ દરમિયાન કુલ ₹5.20 લાખની કિંમતનું સ્ટીલ કબજે કર્યું છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેઓ આ ચોરીના માલની હેરાફેરીમાં સામેલ હતા.

અંદરના વ્યક્તિની સંડોવણી

આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ ચોરીમાં પેટા કોન્ટ્રાક્ટ લેનાર કંપની 'આશાપુરા પ્રા.લી.' ના સુપરવાઇઝરની સીધી મિલીભગત હતી. સુપરવાઇઝરે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પ્રોજેક્ટનું સ્ટીલ સગેવગે કરવામાં મદદ કરી હતી. હાલમાં આ સુપરવાઇઝર ફરાર છે.

આ પણ વાંચો: Bharuch news: દયાદરા પ્રાથમિક શાળામાં બાળકો પાસે કરાવાયું કડિયા કામ


  • Follow us on: