દાહોદ શહેરના ધમધમતા એવા 'ચાર થાંભલા' વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા બે અજાણ્યા ગઠિયાઓ પાર્ક કરેલી બાઈકની ડીકીમાંથી ₹2.75 લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી પળવારમાં રફૂચક્કર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.


 ધોળા દિવસે 2.75 લાખની રોકડ રકમની ઉઠાંતરી 

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વ્યક્તિ પોતાની બાઈકની ડીકીમાં લાખોની રોકડ રકમ લઈને ચાર થાંભલા વિસ્તારમાં આવ્યા હતા. તેમણે પોતાની બાઈક રસ્તા પર પાર્ક કરી અને કોઈ અંગત કામ અર્થે નજીકમાં ગયા હતા. આ તકનો લાભ લઈને ત્યાં પહેલેથી જ રેકી કરી રહેલા બાઈક સવાર બે ગઠિયાઓ ત્રાટક્યા હતા.તસ્કરોએ અત્યંત ચાલાકીપૂર્વક બાઈકની ડીકી ખોલી તેમાં રાખેલા ₹2.75 લાખ રોકડા કાઢી લીધા હતા અને પોતાની બાઈક પર બેસીને ફિલ્મી ઢબે ફરાર થઈ ગયા હતા. જ્યારે બાઈક માલિક પરત ફર્યા ત્યારે ડીકી ખુલ્લી જોઈ અને નાણાં ગાયબ હોવાનું જણાતા તેમના હોશ ઉડી ગયા હતા.

પોલીસ તપાસ અને CCTV ફૂટેજ

ચોરીની જાણ થતા જ દાહોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા બે શખ્સો ચોરી કરીને ભાગતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. પોલીસે આ ફૂટેજના આધારે ગઠિયાઓનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Gandhinagar: ઈમેઈલ સ્પુફિંગ દ્વારા ફાર્મા કંપની સાથે 10.80 લાખની ઓનલાઈન ઠગાઈ

  • Follow us on: