ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો હવે કંપનીઓને નિશાન બનાવી રહ્યા છે. ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત 'ફાર્મા એન્ડ ફૂડ' કંપની સાથે ઈમેઈલ સ્પુફિંગ (Email Spoofing) દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠગબાજોએ કંપનીના વિશ્વાસનો લાભ ઉઠાવી ₹10.80 લાખ પડાવી લીધા છે.


સાયબર ગુનેગારો હવે કંપનીઓને નિશાન બનાવી

આ સમગ્ર ખેલ 'ઈમેઈલ સ્પુફિંગ' દ્વારા ખેલવામાં આવ્યો હતો. સાંતેજ સ્થિત કંપની જે વેન્ડર (માલ પૂરો પાડનાર વેપારી) સાથે વ્યવહાર કરતી હતી, ઠગબાજોએ તે વેન્ડરના સત્તાવાર ઈમેઈલ આઈડી જેવું જ દેખાતું ભળતું ઈમેઈલ આઈડી બનાવ્યું હતું. સામાન્ય નજરે આ ઈમેઈલ ઓળખવો મુશ્કેલ હતો.ત્યારબાદ આ ફેક આઈડી પરથી કંપનીને મેઈલ મોકલવામાં આવ્યો કે પેમેન્ટ માટેના બેંક ખાતાની વિગતો બદલાઈ ગઈ છે. કંપનીએ આ ઈમેઈલને સાચો માનીને નવા બેંક એકાઉન્ટમાં ₹10.80 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા.

ઈમેઈલ સ્પુફિંગ દ્વારા છેતરપિંડી 

જ્યારે અસલી વેન્ડર દ્વારા પેમેન્ટની ઉઘરાણી કરવામાં આવી, ત્યારે કંપનીને ખ્યાલ આવ્યો કે તેઓ મોટી છેતરપિંડીનો શિકાર બન્યા છે. આ મામલે તાત્કાલિક ગાંધીનગર સાયબર રેન્જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો: ભારતમાળા પ્રોજેક્ટમાં સ્ટીલની ચોરીનું કૌભાંડ, સુપરવાઇઝરની મિલીભગત સામે આવી


  • Follow us on: