દમણના દરિયાકિનારે આજે વહેલી સવારે આગની એક ઘટના બનતા ભારે દોડધામ મચી ગઈ હતી. દમણના લાઈટ હાઉસ નજીક દરિયાકિનારે લંગારીને રાખવામાં આવેલી એક બોટમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેને પગલે સ્થાનિક માછીમારો અને તંત્રમાં ફફડાટ ફેલાયો હતો.

બોટમાં અચાનક આગ ફાટી નીકળી

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે જ્યારે દરિયાકિનારે શાંતિ હતી, ત્યારે લાઈટ હાઉસ પાસે લંગારેલી એક બોટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વહેલી સવારે લાગેલી આ આગને જોઈ દરિયાકિનારે હાજર માછીમારો તાત્કાલિક બોટ બચાવવા માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ફાયર વિભાગની કામગીરી

આગની જાણ થતા જ દમણ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી બોટમાં લાગેલી આગ પર ટૂંકા સમયમાં કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે, આગ વધુ પ્રસરે તે પહેલા તેને ઓલવી નાખવામાં આવતા મોટી જાનહાનિ કે અન્ય બોટોને નુકસાન થતા અટકી ગયું હતું.

આ પણ વાંચો: Junagadh: દોલતપરા શાકભાજી યાર્ડમાં બુકાનીધારી ગેંગ ત્રાટકી, ફળોની પેઢીમાંથી 2.83 લાખની ચોરી કરી ફરાર