બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે વહેલી સવારે ડીસા-ધાનેરા રોડ પર વોચ ગોઠવી રેતી ભરેલા છ ડમ્પર ઝડપ્યા. કાયદેસરની કાર્યવાહી હેઠળ કુલ રૂ. 3 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.

ચેકિંગ દરમિયાન સામે આવી ખામી


ભુસ્તરશાસ્ત્રી ગુરુપ્રિતસિંહ સારસ્વાના માર્ગદર્શન હેઠળ ડીસાથી ધાનેરા રોડ ઉપર ખાનગી વાહનમાં ચેકિંગ ચાલી રહી હતી. આ દરમ્યાન, છ ડમ્પરોને રોકી પાસ પરમિટની તપાસ કરવામાં આવી, પરંતુ એક પણ ડ્રાઈવરે પાસ પરમિટ અથવા રોયલ્ટી પેપર રજૂ નથી કર્યા.

દંડની કાર્યવાહી


 તપાસ પછી, તમામ છ ડમ્પરને વજન કાંટા પર લઇ જઇ દંડની કાર્યવાહી કરવામાં આવી. રેતી સહિતનો રૂ. 3 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.

ખનીજ માફિયાઓમાં ફફડાટ


વ્હેલી સવારે આ ચેકિંગમાં ડમ્પરો ઝડપાતા ખનીજ ચોરીના માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો. રોયલ્ટી વિના વાહનો પસાર થતા જોવા મળતાં, તમામ પર દંડની વસૂલાત કરવામાં આવશે. જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર ભુસ્તર ટીમો દ્વારા સધન ચેકિંગ ચાલુ છે, જેથી ખનીજ ચોરીને અટકાવવામાં આવે.

  • Follow us on: