પારડીના ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે 48 પર પોલીસને મળતી પૂર્વબાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા બે બુટલેગર્સ પકડાયા છે. પિકઅપ ટેમ્પો અને દારૂ સહિત કુલ રૂ. 3,43,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસની કામગીરી
પારડી પોલીસે ચાર રસ્તા-બ્રિજ વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા GJ-32-T-9841 નંબરના પિકઅપ ટેમ્પોને રોકી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ટેમ્પોના ચેસીસના ભાગમાં બનાવેલા છુપાયેલા ચોરખાનામાંથી રૂ. 43,200ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.













