ભાવનગર જીલ્લા સમસ્ત રબારી સમાજના સભ્યોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે, જેમાં નિર્દોષ પરિવારનો ભોગ લેનારા ટ્રિપલ મર્ડર કેસના આરોપી શૈલેષ ખાંભલા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર રજૂ કરવા માટે આશરે 100 જેટલા રબારી સમાજના લોકો સીધા એસ.પી ઓફિસમાં પહોંચ્યા.


કેસની વિગતો

માહિતી પ્રમાણે, શૈલેષ ખાંભલા, જે ભૂતપૂર્વ મદદનીશ વનસંરક્ષક તરીકે ફરજ બજાવતો હતો. તેણે પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કરી નાખી હતી.

પોલીસ તપાસ અને સફળતા

પોલીસે વિવિધ ટીમો બનાવી, બે દિવસમાં ગુનાનો ભેદ ઉકેલીને આરોપીને પકડી સત્ય હકીકત બહાર લાવી. રબારી સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાને આ સફળ કામગીરી માટે એસ.પી. અને એલ.સી.બી.ના અધિકારીઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો.

સમાજમાં પ્રતિક્રિયા અને માંગણીઓ

આ ક્રૂર અને રાક્ષસી ઘટના બદલ રબારી સમાજમાં જ નહીં, પણ ભાવનગર અને સમગ્ર ગુજરાતમાં પ્રતિક્રિયા વ્યાપક છે. લોકોમાં ગુસ્સો અને રોષ ચરમસીમા પર છે. રબારી સમાજના આગેવાનોએ માંગ કરી છે કે, આ પ્રકારનો ભયંકર કૃત્ય કરનાર આરોપી કડક સજા પામે


આ પણ વાંચો---- Rajkot : ભંડારીયા ગામની સરકારી કન્યા શાળામાં BLO ફરજથી શિક્ષણવ્યવસ્થા ખોરવાઈ, ભણતર બગડ્યું

  • Follow us on: