ભાવનગરના દેવળીયામાં પાટીદાર દંપતી પર હુમલો થતાં રોષ ફલાયો છે. દેવાળીયા ગામમાં પાટીદાર સમાજનો લોક સંવાદ યોજાયો હતો. આ સંવાદમાં સુરતથી 30 ગાડીઓ ભરીને પાટીદારો દેવળીયા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે હુમલાનો ભોગ બનનાર દંપતી સાથે મુલાકાત કરી હતી. રાજ્યમાં એકલા રહેતા પાટીદારો પર હુમલાના કેસ વધ્યા હોવાનું સમાજના લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે.
સુરતથી 30 ગાડીઓ ભરી પાટીદારો દેવળીયા પહોંચ્યા
ભાવનગરના દેવળીયા ગામમાં ગત 15 નવેમ્બરના રોજ ધનજી ધોરાજીયા અને તેમની પત્ની પર જમીનના પ્લોટ બાબતે હુમલો કરાયો હતો. આ અંગે ઉમરાળા પોલીસમાં આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાના પડઘા સુરત સુધી પડ્યા હતાં. બે દિવસ પહેલા જ આ ઘટના અંગે બેઠક યોજાઈ હતી. આજે સુરતથી 30 ગાડીઓના કાફલા સાથે પાટીદાર સમાજના આગેવાનો દેવળીયા પહોંચ્યા હતાં.













