સુરતના લસકાણા વિસ્તારમાં યુવકને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર આરોપી વિજય સાતમનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. આરોપી વિજય સાતમ યુવક પર સતત ગાંજો વેચાણ કરવા માટે દબાણ કરતો હતો. વિજય સાતમના આ અસહ્ય ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.
આરોપીના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપી વિજય સાતમને ઝડપી પાડી ગુનો ક્યાં અને કેવી રીતે બન્યો તે જાણવા માટે તેને તેના ગલ્લા પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢીને અસામાજિક તત્વોને કાયદાનો ડર બતાવવાનો પ્રયાસ કર્યો હતો.













