સુરતમાં એક અફઘાનિસ્તાનના નાગરિક સામે નકલી દસ્તાવેજો બનાવી ભારતીય નાગરિકતા મેળવવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ આમીર જાવીદ ખાનને નકલી જન્મ પ્રમાણપત્ર તૈયાર કરવાના આરોપસર ધરપકડ કરી છે.


એક વર્ષ પહેલાં પોતાના પરિવાર સાથે સુરતમાં આવ્યો

ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોજિયાએ આપેલી માહિતી અનુસાર, આરોપી લગભગ એક વર્ષ પહેલાં પોતાના પરિવાર સાથે સુરતમાં આવ્યો હતો અને અહીં કાપડનો ધંધો કરી રહ્યો હતો.

નકલી દસ્તાવેજોથી નાગરિકતા મેળવવાનો પ્રયાસ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ મહારાષ્ટ્રમાંથી બોગસ જન્મ પ્રમાણપત્ર તૈયાર કરાવ્યું હતું. આ નકલી ડોક્યુમેન્ટના આધારે તેણે ભારતીય નાગરિકતા મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

 બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ

DCP રોજિયા અનુસાર, આરોપી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ પણ મેળવવામાં સફળ રહ્યો હતો, અને તે પાસપોર્ટના આધારે તે UAE પણ ગયો હતો

પોલીસની વધુ તપાસ શરૂ

આ કિસ્સામાં પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીને મદદ કોણે કરી, નકલી ડોક્યુમેન્ટ કઈ રીતે અને કોના મારફતે બનાવવામાં આવ્યા. સાથે જ, અન્ય કોઈએ પણ આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ મેળવી લીધા છે કે કેમ તેની પણ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો---- Rajkot News : રાજકોટના જસદણના આટકોટમાં નશેડી પુત્રની પિતાએ કરી હત્યા, પુત્ર નશો કરતો હોવાથી પિતાએ રૂપિયા ન આપ્યા

  • Follow us on: