રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં BLO ની કામગીરીમાં પ્રથમ સ્થાને રહ્યું છે પરંતુ જસદણના ભંડારીયા ગામની સરકારી કન્યા શાળામાં BLO ફરજથી શિક્ષણવ્યવસ્થા ખોરવાઈ છે. ધોરણ 1, 6, 8 વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહેતા વાલીઓમાં રોષ જોવા મળ્યો
વિદ્યાર્થીઓના અભ્યાસમાં ગંભીર અસર
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં BOL ની કામગીરીમાં પ્રથમ સ્થાને છે ત્યારે જસદણ તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી કન્યા શાળાના 3 શિક્ષકો BLO ની કામગીરીમાં વ્યસ્ત રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસમાં ગંભીર અસર પડી રહી છે. શાળામાં કુલ 9 શિક્ષકો હોવા છતાં તેમામાંથી 3 શિક્ષકો BLO (બૂથ લેવલ ઓફિસર) ની ફરજમાં વ્યસ્ત રહેતાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે.
ધોરણ 1, 6 અને 8 ના વિદ્યાર્થીઓનું અભ્યાસકાર્ય અડચણમાં
મળતી માહિતી મુજબ BLO ની ફરજ શરૂ થયા બાદ આ ત્રણેય શિક્ષકો વહેલી સવારમાં શાળામાં હાજરી આપે છે, પરંતુ દિવસભરમાં અન્ય શાસકીય કામગીરીમાં વ્યસ્ત રહેતા હોવાથી વર્ગોમાં અભ્યાસ આપી શકતા નથી. પરિણામે ખાસ કરીને ધોરણ 1, 6 અને 8 ના વિદ્યાર્થીઓનું અભ્યાસકાર્ય અડચણમાં આવી રહ્યું છે.વિદ્યાર્થીઓની આવતી પરીક્ષાઓને લઈને શંકા-ચિંતા વ્યક્ત થઈ રહી છે કે અભ્યાસ ન મળતા તેઓ પરીક્ષામાં શું લખશે. આ મુદ્દે સ્થાનિક વાલીઓએ તેમજ વિપક્ષના નેતા અને જિલ્લા પંચાયત રાજકોટના સભ્ય મનસુખ સાકરીયાએ તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે.
BLO ની જવાબદારી સોંપવાથી મૂળભૂત શિક્ષણ પ્રભાવિત
સ્કૂલ દ્વારા આંતરિક તપાસ કરવામાં આવી ત્યારે પણ શિક્ષકો ખરેખર BLO ની કામગીરીમાં વ્યસ્ત હોવાની બાબત બહાર આવી છે. સરકાર “ભણશે ગુજરાત–આગળ વધશે ગુજરાત” જેવા સૂત્રો સાથે શિક્ષણ સુધારવાના દાવા કરતી હોવા છતાં શિક્ષકોને BLO ની જવાબદારી સોંપવાથી મૂળભૂત શિક્ષણ પ્રભાવિત થતું હોવાનું વાલીઓનું માનવું છે.
શાળાઓને તાળા મારવાની ચળવળ
વિપક્ષના નેતા મનસુખ સાકરીયાએ ચીમકી ઉચ્ચારી છે કે જો શિક્ષકોને તાત્કાલિક BLO ફરજમાંથી મુક્ત ન કરવામાં આવે તો આગામી સમયમાં શાળાઓને તાળા મારવાની ચળવળ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો----- Rajkot News : રાજકોટમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં આરોપીની ધરપકડ, મુંબઇ ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી 1.14 કરોડ પડાવ્યા હતા