બનાસકાંઠાના ડીસા શહેરમાંથી રવિવારે હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શિહોરીના જાણીતા ભુવાજી દેવાભાઈ અમરતભાઈ રબારી પર અંગત અદાવતમાં 10 થી 15 લોકોના ટોળાએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ભુવાજીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભુવાજી પર અંગત અદાવતમાં હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, શિહોરીના દેવાભાઈ રબારી કોઈ કામ અર્થે ડીસા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ આયોજિત કાવતરું ઘડીને ત્રણ ગાડીઓમાં સવાર થઈને આવેલા અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા. ગાડીઓમાંથી ઉતરેલા 10 થી 15 લોકોના ટોળાએ કાંઈ પણ વિચાર્યા વગર દેવાભાઈ પર પાઈપો અને લાકડીના ધોકા વડે તૂટી પડ્યા હતા.










