ડીસા-ધાનેરા રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર દુર્ઘટના બની હતી.આ અકસ્માતમાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

બનાસકાંઠામાં કાર-બાઇક વચ્ચે અકસ્માત

અકસ્માતની જાણ થતા જ તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ અકસ્માતને પગલે ડીસા-ધાનેરા રોડ પર થોડા સમય માટે વાતાવરણ ગમગીન બન્યું હતું.