પાકિસ્તાન સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ સિન્ડિકેટ વિરુદ્ધની કાર્યવાહીમાં સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને વધુ એક સફળતા મળી છે. સ્ટેટ સાયબરે સુરત ખાતેથી ગૌરવ કાકડીયા નામના આરોપીની ધરપકડ કરી છે.
સાયબર ફ્રોડમાં વધુ 1 ઝડપાયો
આરોપી ગૌરવ કાકડીયાએ છેતરપિંડીથી મેળવેલા નાણાંને ક્રિપ્ટોકરન્સી (ક્રિપ્ટો) દ્વારા પાકિસ્તાન અને દુબઈમાં બેઠેલા સિન્ડિકેટના સભ્યોને મોકલવામાં મદદ કરી હતી. તેણે આ માટે ક્રિપ્ટો વોલેટની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ સિન્ડિકેટ
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપીઓના મોબાઈલમાંથી 120 બેંક ખાતાની વિગતો મળી આવી છે, જેનો ઉપયોગ 400થી વધુ ગુનાઓમાં થયો હતો. આ બેંક એકાઉન્ટ્સ દ્વારા આશરે ₹19 કરોડની છેતરપિંડી થઈ હતી. આરોપીઓએ અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં અંદાજે ₹10 કરોડ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. ગૌરવ કાકડીયાના મોબાઈલમાંથી 15 બિનાન્સ એકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેમાંથી એક એકાઉન્ટ પાકિસ્તાન સાથે જોડાયેલું છે. તેના મોબાઈલમાંથી અન્ય 20 બેંક એકાઉન્ટની વિગતો પણ મળી આવી છે.
આ પણ વાંચો: રેલવે ફાટક બંધ થવાના વિરોધમાં મહિલાઓનો ચક્કાજામ, પોલીસે મહિલાઓની અટકાયત કરી બ્રિજ ખુલો કર્યો