ધોરાજી રોડ પર નવો રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાના નિર્ણયના વિરોધમાં સ્થાનિક મહિલાઓએ ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ફાટક બંધ થવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પગલે મહિલાઓએ ફાટક ફરીથી ખુલ્લું રાખવાની માગ સાથે આંદોલન કર્યું હતું.
ધોરાજી રોડ પર મહિલાઓનો ચક્કાજામ
મહિલાઓના ટોળાંએ રેલવે ફ્લાયઓવર બ્રિજ પર બેસીને ચક્કાજામ કરતાં ઓવરબ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. થોડા દિવસો પહેલા પણ સ્થાનિકોએ રેલવે પાટા પર ચક્કાજામ કર્યો હતો.










