બનાસકાંઠાના ડીસા શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરની મધ્યમાં અને અત્યંત વ્યસ્ત ગણાતા બજાર વિસ્તારમાં આવેલા જલાણી કોમ્પ્લેક્સના પહેલા માળની પ્રોટેક્શન દીવાલ અચાનક ધરાશાયી થઈ છે. આ ઘટના મોડી રાત્રે બની હોવાથી એક મોટી જાનહાનિ ટળી છે.
કોમ્પ્લેક્સની પ્રોટેક્શન દીવાલ ધરાશાયી
મળતી માહિતી મુજબ, ડીસા બજારની મધ્યમાં આવેલું આ કોમ્પ્લેક્સ વર્ષો જૂનું છે. કોમ્પ્લેક્સના પહેલા માળ પર આવેલી અંદાજે 7 જેટલી દુકાનોની પ્રોટેક્શન દીવાલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. ગત રાત્રિએ આ દીવાલ અચાનક ધડાકાભેર તૂટી પડી હતી.










