વડોદરાની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાં શિસ્ત અને મર્યાદાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. કોલેજના વાઈસ ડીન અમુલ ભાવે દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠતા મેનેજમેન્ટે કડક વલણ અપનાવ્યું છે.
બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન સામે કાર્યવાહી
મળતી માહિતી મુજબ, પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને "મને અહીં ક્રીમ લગાવે તો કેવું લાગે?" જેવી નિર્લજ્જ ટિપ્પણીઓ કરી હતી. આ બાબતે પીડિત વિદ્યાર્થીનીઓએ એકત્ર થઈને કોલેજ પ્રશાસનને લેખિતમાં ફરિયાદ સોંપી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા, અમુલ ભાવેને વાઈસ ડીન પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. હાલમાં વુમેન્સ હેરેસમેન્ટ સમિતિ દ્વારા આ કેસની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી સત્ય બહાર લાવી શકાય અને કડક સજા થઈ શકે.










