અમદાવાદ જિલ્લાના ધંધુકામાં વિધર્મી યુવકો દ્વારા કરવામાં આવેલી હત્યાના મામલે કાયદાકીય પ્રક્રિયા તેજ બની છે. આ કેસમાં પકડાયેલા બંને મુખ્ય આરોપીઓને આજે કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની ગહન પૂછપરછ અને હત્યાના મૂળ સુધી પહોંચવા માટે રિમાન્ડની માંગણી કરી હતી, જેને ગ્રાહ્ય રાખીને કોર્ટે બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂઆત

ઘટનાની ગંભીરતા અને લોકોમાં રહેલા રોષને જોતા કોર્ટ પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તૈનાત રહ્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસ એ પાસા પર તપાસ કરશે કે આ હત્યા પાછળ અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ અને હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યા હતા.

તપાસનો ધમધમાટ

ધંધુકામાં સર્જાયેલા આ બનાવને પગલે સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આ કેસમાં ફાસ્ટ ટ્રેક તપાસ કરવામાં આવી રહી છે. રિમાન્ડ દરમિયાન બહાર આવનારી હકીકતો આ કેસમાં મહત્વના પુરાવા સાબિત થશે. હાલમાં ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.


આ પણ વાંચો---   Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા