ધોળકામાં બ્રિજ નિર્માણ કામગીરી વખતે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. બ્રિજ પર શ્રમિકો કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના જ કામ કરતા નજરે પડ્યા છે. વટામણ ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. બ્રિજની ઊંચાઈ પર સુરક્ષાના સાધનો વિના જ શ્રમિકો કામગીરી કરી રહ્યાં છે.


હેલ્મેટ, સેફટી શુઝ, સેફ્ટી નેટનો અભાવ જોવા મળ્યો

ધોળકા પાસે વટામણ ચોકડી પર ઓવરબ્રિજ પર કામ કરતા શ્રમિકો કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના કામ કરતા જોવા મળ્યાં છે. વટામણ ચોકડી ખાતે બની રહેલા નવા ઓવરબ્રિજના કામમાં મોટી બેદરકારી સામે આવી છે. વિકાસના કામોની ઉતાવળમાં શ્રમિકોના જીવને જોખમમાં મુકવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શ્રમિકો પાસે હેલ્મેટ, સેફ્ટી શૂઝ, સેફ્ટી નેટ સહિતના સાધનો ઉપલબ્ધ નહીં હોવાનું પણ સામે આવ્યું છે. જો કોઈપણ પ્રકારની દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની એવા અનેક સવાલો ઉભા થયાં છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યમાં પહેલા ઘર પછી વસતીની ગણતરી થશે, આ 33 સવાલોના લોકોએ જવાબો આપવા પડશે


  • Follow us on: