ગુજરાતમાં 2027ની વસતી ગણતરી માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર, 20 એપ્રિલથી રાજ્યમાં હાઉસ લિસ્ટિંગની કામગીરી શરૂ થશે. હાઉસ લિસ્ટિંગ દરમિયાન દરેક મકાન અને રહેણાંક એકમની માહિતી મેળવવામાં આવશે. આ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ ડોર ટુ ડોર ગણતરી શરૂ થવા પહેલા લોકોને સ્વ-ગણતરી કરવાની તક આપવામાં આવશે.આ હાઉસ લિસ્ટિંગ પ્રક્રિયા 1 એપ્રિલ 2026થી શરૂ થઈ 30 સપ્ટેમ્બર 2026 સુધી સમગ્ર દેશમાં કરવામાં આવશે. ગુજરાતમાં આ પ્રક્રિયા 19 મે સુધી ચાલુ રહેશે અને તમામ માહિતી સંગ્રહિત કરવામાં આવશે.


એપ્લિકેશનના માધ્યમથી વ્યક્તિએ માહિતી આપવી પડશે.

ગુજરાતમાં વસતી ગણતરીની પ્રક્રિયા અંગે ડિરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન સુજલ માયાત્રાની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત થઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વસ્તી ગણતરીની તૈયારી બહુ પહેલા થઈ હતી. ગુજરાતમાં બે ભાગમાં જનગણના થશે, પહેલા તબક્કામાં ઘરની ગણતરી થશે જ્યારે બીજા તબક્કામાં વસતીની ગણતરી કરવામાં આવશે. ઘરની ગણતરી માટે 33 સવાલોના જવાબો આપવા પડશે. પહેલા તબક્કામાં લોકો સાથે કોઈ ચર્ચા નહીં થાય. ભારત સરકારે સેલ્ફ ઈન્યુમરેશનની જોગવાઈ કરી છે. એપ્લિકેશનના માધ્યમથી વ્યક્તિએ માહિતી આપવી પડશે. સેન્સસ એક્ટ મુજબ ખોટી માહિતી આપવી ગુનો બનશે. માહિતીના આધારે આગામી 10 વર્ષ માટે દેશની દિશા ચોક્કસ બનશે.

આ સવાલોના જવાબો આપવા પડશે

મકાન નંબર (શહેર અથવા સ્થાનિક સત્તામંડળ અથવા વસ્તી ગણતરી નંબર)

વસ્તી ગણતરી ઘર નંબર

ઘરના ફ્લોરમાં વપરાતી મુખ્ય સામગ્રી (ભોંયતળિયું)

ઘરની દિવાલમાં વપરાતી મુખ્ય સામગ્રી

ઘરની છતમાં વપરાતી મુખ્ય સામગ્રી

ઘરનો ઉપયોગ

ઘરની સ્થિતિ

પરિવાર નંબર

ઘરમાં સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા

ઘરના વડાનું નામ

ઘરના વડાની જાતિ (પુરુષ/સ્ત્રી/અન્ય)

ઘરના વડા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્યનો છે કે કેમ

ઘરની માલિકીનો દરજ્જો

ઘરમાં રહેવા માટે ઉપલબ્ધ રૂમની સંખ્યા

ઘરમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા

પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત

પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા

વીજળીનો મુખ્ય સ્ત્રોત

શૌચાલયની ઉપલબ્ધતા

શૌચાલયનો પ્રકાર

ગટરની સુવિધા

બાથરૂમની ઉપલબ્ધતા

રસોડાની ઉપલબ્ધતા અને LPG/PNG કનેક્શન

રસોઈ માટે વપરાતું મુખ્ય ઇંધણ

રેડિયો/ટ્રાન્ઝિસ્ટર

ટેલિવિઝન

​ઈન્ટરનેટ સુવિધા

​લેપટોપ/કોમ્પ્યુટર

ટેલિફોન/મોબાઈલ ફોન/સ્માર્ટફોન

સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ/મોપેડ

કાર/જીપ/વાન

ઘર દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ

મોબાઈલ નંબર (માત્ર વસ્તી ગણતરી સંબંધિત સંદેશાવ્યવહાર માટે)


આ પણ વાંચોઃ Gujaratમાં 20 એપ્રિલથી વસતી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ, ડોર ટુ ડોર ગણતરી પહેલાં સ્વ-ગણતરીની તક અપાશે


  • Follow us on: