રાજકોટ જીલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ અને ધોરાજીમાં ફોર્સ 3 મૂવીનું વીડિયો શૂટિંગ માટે આવ્યા હતા, જોન અબ્રાહમે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત અને ધોરાજી પોલીસ સ્ટાફ, પીઆઈ, એસ પી સહિતનાઓ સાથે જોને ફોટો પડાવ્યો હતો.
સૌરાષ્ટ્રની મુલાકતે ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં બોલિવૂડની આગામી મેગા એક્શન ફિલ્મ 'ફોર્સ 3' નું શૂટિંગ ચાલી રહ્યું છે. ધોરાજીના ઐતિહાસિક અને લોકેશન-ફ્રેન્ડલી વિસ્તારોમાં ચાલી રહેલા આ શૂટિંગ વચ્ચે ફિલ્મના મુખ્ય અભિનેતા અને બોલીવૂડ સુપરસ્ટાર જોન અબ્રાહમના આગમનથી સ્થાનિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી, રોડ પર શુંટિંગ દરમિયાન લોકોના ટોળા પણ ઉમટયા હતા અને પોલીસ બંદોબસ્તની વચ્ચે ફોર્સ 3 મુવીનું શૂટિંગ ચાલી રહ્યું છે.
