પરંતુ હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ છ દિવસ જેટલો સમય વીતી ગયા હોવા છતાં વીજ પુરવઠો બંધ છે. જામનગરના ધ્રોલ ગ્રામ્ય પીજીવીસીએલના બાણુંગાર ડિવિઝન હેઠળ આવતા 10 જેટલા ગામોમાં ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

વિસ્તારમાં લાઈટ ન હોવાથી પીવાના પાણી માટે પણ હાલાકી પડી રહી છે

હજુ પણ વીજ પુરવઠો ચાલુ ન થતા ખેડૂતો વાવેલ પાકમાં પિયત કરી શકતા ન હોવાથી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ આજે ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે વીજ પર પુરવઠો ક્યારે ચાલુ થશે. તે અંગે ટેલીફોનિક વાત કરે તો કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પીજીવીસીએલ ની ઢીલી કામગીરીને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને વાળી વિસ્તારમાં લાઈટ ન હોવાથી પીવાના પાણી માટે પણ હાલાકી પડી રહી છે.

તાત્કાલિક વીજ પુરવઠો આપવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહયા છે

પશુપાલન કરતા ખેડૂતોને પોતાના પશુઓને પીવડાવવા માટે પાણી ન હોવાથી અન્ય જગ્યાએથી પાણી માંગવાનો વારો આવ્યો છે. હજુ પણ ધ્રોલ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ તૂટેલા તાર જોવા મળ્યા હતા. અત્યારે પીજીવીસીએલ દ્વારા બાણુગર ડિવિઝન હેઠળ આવતા 10 જેટલા ગામોમાં વીજ પુરવઠો ક્યારે ચાલુ કરવામાં આવશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તાત્કાલિક વીજ પુરવઠો આપવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહયા છે.


આ પણ વાંચો : Bharuch News : ભરૂચમાં રાંધણગેસના બાટલાની હજી અછત ! રામનવમી પર્વને લઈ ભંડારાનો પ્રસાદ ચુલા પર બનાવવામાં આવ્યો