રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે એસ.ઓ.જી. (SOG) રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શંકાસ્પદ દૂધના જથ્થા પર દરોડો પાડવામાં આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી દૂધમાં ભેળસેળ કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
શંકાસ્પદ દૂધના જથ્થા પર દરોડો
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય પોલીસ શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઝાંઝમેર ગામે આવેલી 'દ્વારકાધીશ દૂધ ડેરી'માં દૂધની માત્રા (Quantity) અને ફેટ વધારવા માટે હાનિકારક પદાર્થોની ભેળસેળ કરીને નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ પાડી હતી.










