રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામમાં વાડી વિસ્તારમાંથી વીજતારની ચોરી થવાની ઘટનાનો ધોરાજી તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કરી દીધો છે. ખેડૂતના વાડીમાંથી લાખો રૂપિયાની કિંમતના વીજતાર ચોરી જનાર બે આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે.


વીજતારની ચોરીની ફરિયાદના આધારે તપાસ

મોટી પરબડી ગામના રહેવાસી ખેડૂત નિલેશ મનસુખભાઈ ગજેરાએ પોતાની વાડીમાંથી આશરે 300 મીટર લાંબો અને 55 mm સાઇઝનો એલ્યુમિનિયમનો વીજતાર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ ધોરાજી તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. ખેડૂતની ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

પોલીસની ઝીણવટભરી તપાસ અને સફળતા

ફરિયાદ મળતાની સાથે જ ધોરાજી તાલુકા પોલીસની ટીમ સક્રિય થઈ હતી અને ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ચોરીના બનાવમાં સંડોવાયેલા બે આરોપીઓ અસ્લમ શબ્બીર શેખ, રીઝવાન સલીમ શાહમદાર ની ઓળખ મેળવી તેમની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી.

આ પણ વાંચો: Jamnagar: રાંધણગેસ વિતરણમાં ફેરફાર, હવે બે સિલિન્ડર બુકિંગ વચ્ચે રાખવો પડશે 25 દિવસનો ગાળો

  • Follow us on: