રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આજે એક ગમખ્વાર ઘટના બની હતી, જેમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થતાં એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીના ખાખરા વિસ્તારમાં આવેલા બાલધા ચોરા પાસેની ગલીમાં આવેલું એક જુનવાણી મકાનનો અમુક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. આ મકાન મુસતાક બાપુ સૈયદની માલિકીનું હોવાનું જાણવા મળ્યું છે.


ધોરાજીમાં મકાનની દિવાલ ધરાશાયી

દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં મકાન માલિકની જ દીકરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ઈજાની ગંભીરતાને જોતા તેને વધુ સારવાર માટે જુનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ગંભીર ઇજાઓ પહોંચતા બાળકીને હોસ્પિટલ ખસેડાઇ

આ ઘટના બાદ સ્થાનિકોમાં જૂના અને જર્જરિત મકાનોની સુરક્ષા અંગે ચિંતા પ્રસરી ગઈ છે. નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કે આવા સંવેદનશીલ સમયે જર્જરિત મકાનોની ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે, જેથી આ પ્રકારની દુર્ઘટનાઓ થતી અટકાવી શકાય. બાળકીની હાલત વિશે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ મળી નથી.

આ પણ વાંચો: કુંભારવાડામાં યુવક પર હુમલો, ગાડી કાઢવાની બબાલની અદાવતમાં 8 શખ્સોએ માર માર્યો અને પથ્થરમારો કર્યો

  • Follow us on: