દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે રાજકીય પક્ષોમાં ઉત્સાહ જગાવે તેવા સમાચાર આવ્યા છે. જિલ્લાની ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા પંચાયતોની કુલ બેઠકો માટે અનામત બેઠકોની સત્તાવાર ફાળવણી જાહેર કરવામાં આવી છે. આ ફાળવણીથી હવે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો અને રાજકીય પક્ષોનું ગણિત સ્પષ્ટ થઈ ગયું છે.
તાલુકાવાર બેઠકોની ફાળવણી
દ્વારકા તાલુકા પંચાયત (કુલ 16 બેઠકો)
અનુસૂચિત જાતિ (અ.જા.): 2 બેઠકો
અનુસૂચિત જનજાતિ (અ.જ.જા.): 1 બેઠક
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (સા.શૈ.પ.): 4 બેઠકો
બિનઅનામત: 9 બેઠકો
કલ્યાણપુર તાલુકા પંચાયત (કુલ 24 બેઠકો)
અ.જા.: 1 બેઠક
અ.જ.જા.: 1 બેઠક
સા.શૈ.પ.: 6 બેઠકો
બિનઅનામત: 16 બેઠકો
ભાણવડ તાલુકા પંચાયત (કુલ 16 બેઠકો)
અ.જા.: 1 બેઠક
અ.જ.જા.: 1 બેઠક
સા.શૈ.પ.: 4 બેઠકો
બિનઅનામત: 10 બેઠકો
આ સત્તાવાર જાહેરાત થતાની સાથે જ ત્રણેય તાલુકાઓમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. વિવિધ પક્ષોએ અનામત વર્ગના આધારે ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીલક્ષી વ્યૂહરચનાઓ ઘડવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો : મુંબઈની જેમ અમદાવાદ પણ હવે ઊંચી ઈમારતોનું શહેર, AMC દ્વારા 17 હાઈ રાઇઝ બિલ્ડિંગ્સને ગ્રીન સિગ્નલ