દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રહેતા એક યુવક માટે વિદેશ જઇને કમાવવાનું સપનું ભારે પડ્યુ છે. ભાણવડના પાછતર ગામના દીપક ચાવડા નામનો યુવક હાલ અર્મેનિયા દેશમાં ફસાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. એજન્ટ દ્વારા આપવામાં આવેલી લાલચ અને ત્યારબાદ થયેલી છેતરપિંડીએ યુવકને મજબૂર કરી દીધો છે.


વતન જવાનું સપનું ભારે પડ્યું

મળતી માહિતી પ્રમાણે દીપક ચાવડાએ સારા ભવિષ્યની શોધમાં વિદેશ જવાનું નક્કી કર્યુ હતુ. જેના કારણ તેણે ધવલ રામકબીર નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટે દીપકને અર્મેનિયા મોકલવા અને ત્યાં સારી નોકરી અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. આ કામ માટે એજન્ટે દીપક પાસેથી કુલ 2.70 લાખ રૂપિયા પડાવ્યા હતા.જ્યારે દીપક અર્મેનિયા પહોંચ્યો અને ત્યાંની વરવી વાસ્તિવકતા સમજાઇ ત્યારે એજન્ટ દ્વારા આપવામાં આવેલા વચનો અને વાયદા પોકળ સાબિત થયા હતા.

એજન્ટે મદદ કરવાની પાડી ના

યુવક જ્યારે અર્મેનિયા પહોંચ્યો અને તેની પાસે રહેલા પૈસા ખર્ચાઇ ગયા અને હવે તેની પાસે પરત આવવા માટે પણ પૂરતી વ્યવસ્થા નહોતી. દીપકનો આરોપ છે કે એજન્ટ ધવલે તેની પાસેથી લાખો રૂપિયા લીધા હોવા છતાં તેને કોઇ પણ પ્રકારની મદદ કરવામાં આવી નથી અને હવે તે પૈસા પણ પરત આપવાની ના પાડી રહ્યો છે.

પરિવારમાં ચિંતા

વતનમાં રહેલા દીપકના પરિવારજનો અત્યારે ભારે ચિંતામાં મુકાયા છે. દીપકે આર્મેનિયાથી વીડિયો અથવા સંદેશા મારફતે પોતાની આપવીતી જણાવી છે અને ભારત સરકાર તેમજ સ્થાનિક તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે. એજન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને દીપક સુરક્ષિત રીતે વતન પરત ફરે તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ બાળકોમાં કુપોષણને લઇ DyCMએ વ્યક્ત કરી ચિંતા, તબીબોને કહ્યું, કુપોષણ પર કરો કામ


  • Follow us on: