ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ તાજેતરમાં પીડિયાટ્રિક એસોસિએશનના એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે તેમણે રાજ્યના ભાવિ સમાન બાળકોના સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત હતી. ખાસ કરીને બાળકોમાં જોવા મળતા કુપોષણની પ્રમાણને ઘટાડવા માટે તેમણે તબીબી જગતને એક જૂથ થઇને કામ કરવા માટે આહવાન કર્યુ હતુ.
બાળકોમાં કુપોષણને લઇ DyCMએ ચિંતા વ્યક્ત કરી
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, જ્યારે કોઇ બાળક બીમાર પડે છે ત્યારે માતા પિતા ભગવાન પછી ડોક્ટર પર સૌથી વધુ વિશ્વાસ મૂકે છે. પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોના નિષ્ણાતો માત્ર બીમારીની સારવાર નથી કરતા પરંતુ તેઓ બાળકના સર્વાગી વિકાસના સાક્ષી હોય છે. તેમણે તબીબોને સલાહ આપી હતી કે, ક્લિનિકલ પ્રેક્ટિસની સાથે સાથે સામાજિક જવાબદારી સમજીને કુપોષિત બાળકોને ઓળખવા અને તેમના સૂધી પૂરતું પોષણ પહોંચે તેવા પ્રયાસો કરવા જોઇએ.
બાળકોને કુપોષણથી બચાવવા કામ કરવાની આપી સલાહ
સરકાર અને તબીબોનું સંકલન રાજ્ય સરકાર કુપોષણ મુક્ત ગુજરાત માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. પરંતુ મંત્રીએ ભારપૂર્વક કહ્યુ કે જ્યાં સુધી તબીબો વ્યક્તિગત સ્તરે આ અભિયાનમાં નહીં જોડાય ત્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત કરવું મુશ્કેલી ભર્યુ છે. આગળ આ પ્રસંગે તેમણે બાળકોની સારવાર અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ કે પીડિયાટ્રિક એસોસિએશન દ્વારા એવા કાર્યક્રમો ઘડાવા જોઇએ જે ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં જઇને કુપોષણ સામે લડત આપે.
માત્ર દવાઓને બદલે આહારમાં ધ્યાન આપે
સંવેદના સાથે સારવાર ગૃહ મંત્રીએ તબીબોને અપીલ કરી હતી કે કુપોષિત બાળકોના કિસ્સામાં માત્ર દવાઓ લખવાને બદલે તેમના આહાર અને વાતાવરણ પર પણ ધ્યાન આપવામાં આવે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જો નિષ્ણાત ડોક્ટરો માર્ગદર્શન પૂરું પાડે, તો ગુજરાત ટૂંક સમયમાં કુપોષણના કલંકમાંથી મુક્ત થઈ શકશે.
આ પણ વાંચોઃ Junagadh News: ગિરનાર સ્પર્ધામાં મહિલા સ્પર્ધકની તબિયત લથડી, 108એ તાત્કાલિક સારવાર આવી બચાવ્યો જીવ