જૂનાગઢ ગિરનાર પર્વત પર યોજાયેલી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો,જોકે આ રમત માત્ર શારીરિક ક્ષમતાની જ નહીં, પરંતુ આત્મબળની પણ કસોટી હોય છે. આ સ્પર્ધા દરમિયાન એક મહિલા સ્પર્ધકે હિંમતપૂર્વક પર્વત ચઢ્યા બાદ જ્યારે નીચે ઉતરવાનું શરૂ કર્યુ ત્યારે મહિલા સ્પર્ધકની અચાનક જ તબિયત લથડી હતી.

પરત ફરતા મહિલાની તબિયત લથી

મળતી માહિતી પ્રમાણે મહિલા સ્પર્ધકે ઉત્સાહ સાથે સ્પર્ધા શરૂ કરી હતી. પર્વત ચઢીને જ્યારે તેઓ પરત ફર્યા હતા અને અંદાજે 2200 પગથિયાં નીચે ઉતર્યા, ત્યારે તેમની અચાનક તબિયત લથડી હતી. રમતના ઉત્તેજના અને ભારે શારીરિક શ્રમને કારણે તેમને છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો, ગભરામણ વધવાની સાથે સાથે તેમનું બ્લડપ્રેશર પણ એકાએક લો થઇ ગયુ હતુ. પર્વતના પથ્થરો વચ્ચે રમતનું મેદાન જાણે જીવન મરણના સંગ્રામમાં ફેરવાઇ ગયુ હતુ.

સ્પર્ધક માટે 108 બની દેવદૂત

પરિસ્થિતિને ગંભીરતાને જોતા ત્યાં હાજર લોકો અને આયોજકોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. પરંતુ 108 ઇમરજન્સી સેવાની ટીમે સહેજ પણ વિલંબ કર્યા વગર તે મહિલાને કપરાં ચઢાણ અને વિકટ પરિસ્થિતિ વચ્ચે તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી.મેડિકલ ટીમે સ્થળ પર જ જરૂરી દવાઓ અને સારવાર આપી સ્પર્ધકની હાલત સ્થિર કરી હતી. 108ની ટીમની આ ત્વરિત કામગીરીને કારણે મહિલા સ્પર્ધકનો જીવ બચી ગયો હતો. 



  • Follow us on: