જામ ખંભાળિયામાં અપહરણ અને લૂંટની ગંભીર ઘટના બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ગુનામાં અન્ય બે આરોપીઓ હાલ ફરાર છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ઘટના પૈસાની લેતી-દેતીના મામલે બની હતી. આરોપીઓએ દેવું વસૂલવા માટે એક યુવકનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું હતું.

મોબાઈલ અને ATM કાર્ડની લૂંટ કરી

અપહરણ કરવા માટે આરોપીઓએ યુવકનો અકસ્માત થયો હોવાનું બહાનું બનાવ્યું હતું અને યુવકને ઉઠાવી ગયા હતા. અપહરણ બાદ આરોપીઓએ યુવક પાસેથી તેનો મોબાઇલ અને ATM કાર્ડની લૂંટ ચલાવી હતી. ખંભાળિયા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત પગલાં લીધાં અને એક મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.