ગુજરાતમાં યાત્રાધામ દ્વારકામાં એક કિશોર અને મહિલાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં સ્થિત દિવાદાંડીના ત્રીજા માળેથી બંને જણાએ પડતુ મુકીને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી ગઈ હતી. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.


લાઈટ હાઉસના ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત

યાત્રાધામ દ્વારકામાં દરિયાઈ વિસ્તારમાં આવેલ લાઈટ હાઉસ એટલે કે દિવાદાંડીના ત્રીજા માળેથી એક 15 વર્ષનો કિશોર અને એક ત્રીસ વર્ષની યુવતીએ કૂદીને જીવન ટૂંકાવ્યું છે. બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં સ્થિતિ દિવાદાંડી પર યાત્રિકો જતા હોય છે. આ દિવાદાંડી પર આજે એક કિશોર અને મહિલા પાંચમા માળે ગઈ હતી. જ્યાંથી તેઓ ત્રીજા માળે ગયા હતાં અને ત્યાંથી તેમણે મોતની છલાંગ લગાવી હતી. પોલીસે આ મોત અંગે વધુ તપાસ હાથ ઘરી છે. કિશોર અને મહિલાના આપઘાતનું કારણ અકબંધ છે.


આ પણ વાંચોઃ Porbandar News: રાજપરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો


  • Follow us on: