દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામે પતિએ પોતાની પત્નીની હત્યા કરી દેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર ધસી જઇને તપાસ શરુ કરી છે.

સામાન્ય વાતને લઇને બોલાચાલી

માહિતી અનુસાર, ખેતીમાં પાણી વાળવા બાબતે પરપ્રાંતીય પતિ-પત્ની વચ્ચે સામાન્ય વાતને લઇને બોલાચાલી થઇ અને ત્યારબાદ બોલાચાલીએ ઉગ્ર ઝઘડાનું રુપ ધારણ કર્યું હતું

પતિએ લોખંડનો પાવડો પત્નીના માથામાં ફટકાર્યો

ઉશ્કેરાયેલા પતિએ લોખંડનો પાવડો લઇને પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. પતિએ તેની પત્નીના માથાના ભાગે પાવડો ફટકાર્યો હતો અને ગડદાપાટુનો માર માર્યો હતો.

હત્યારો ઝડપાયો

મામલાની જાણ થતાં ભાણવડ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને હત્યારા આરોપીને ઝડપીને તપાસ શરુ કરી હતી.


આ પણ વાંચો-----    Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું