દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના એક વોકળામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો છે. પાનેલી અને દેવળીયા ગામની સીમમાં આવેલા આ વોકળામાંથી યુવકનો મૃતદેહ મળી આવતા અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.


મરણ જનાર યુવક રાવળ ગામનો વતની

ઘટનાની જાણ થતા કલ્યાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતદેહનો કબ્જો લીધો હતો. અજાણ્યા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. હાલ પોલીસ હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ કરી રહી છે. મરણ જનાર યુવક રાવળ ગામનો વતની હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હાલ કલ્યાણપુર પોલીસ આ મામલે ગહન તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Rajkot News: જંગલેશ્વરમાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ નોટિસ, સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર ઘરો પર ફરશે બુલડોઝર



  • Follow us on: