દ્વારકામાં સુરક્ષા કારણોસર કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવાયો છે, નરારા ટાપુ પર લેખિત પરવાનગીમાંથી મુક્તિ અપાઈ છે અને ગેરપ્રવૃત્તિ અને શાંતિ ભંગ ન થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યા છે. ટાપુઓ પરથી થતી ગેકપ્રવૃતિઓને ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અગાઉ પણ આવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દ્વારકાના 2 ટાપુઓ પર માનવ વસ્તી વસવાટ કરે છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 21 ટાપુઓ પર અવરજવર માટે મનાઇ ફરમાવતુ જાહેરનામું તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે, ભારતની પશ્રિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગર કાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. અને જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે જેમાં માત્ર 2 ટાપુઓ પર માનવ વસ્તી વસવાટ કરે છે. 22 ટાપુઓ પર માનવ માનવ વસાહત રહિત છે જેમાં નરારા ટાપુ પર સુધારેલા જાહેરનામામાં લેખિત પરવાનગીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર અવર-જવર પર પ્રતિબંધ લગાવાયો

નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અવર જવર કરતા હોય છે અને શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મળ્યો મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શક્યતા નકારી શકાય નહીં. ત્રાસવાદી જુથો સંગઠનો દ્વારા દેશના મહત્ત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધાર્મિક સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શક્યતા રહેલી છે. ગેર પ્રવૃતિઓના કારણે જન સલામતીના જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ના થાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર નામું પ્રસિદ્ધ કરી દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર તારીખ 21 જાન્યુઆરી થી તારીખ 25 માર્ચ સુધી અવર જવર પર રોક લગાવી.


આ પણ વાંચો : Bhavnagar News : બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાનો કેસ, 1 ફેબ્રુઆરીએ કોળી સમાજની ન્યાય મહાસભા યોજાશે